Monday, September 19, 2011

મહિયા ઇતિહાસ

બહાદુર મહિયા કોમનાં ૮૪ સ્ત્રી-પુરુષોએ ‘સત્યાગ્રહ’ કરીને જયાં જાન લૂંટાવ્યા હતા, તે કનરાના ડુંગરની ભૂમિ ઝવેરચંદ મેઘાણીને મહાત્મા ગાંધી માટે તીર્થધામને લાયક લાગી હતી, તે ઘટના ગુજરાતે ભૂલવા જેવી નથી. ઝવેરચંદ મેઘાણીએ તેમની ભ્રમણગાથા ‘પરકમ્મા’માં એક જગ્યાએ લખ્યું છે: ‘મહાત્મા ગાંધીજીને માટે કનરો તીર્થનું ધામ થવાને લાયક છે પણ મહાત્માજીને આ ઘટનાથી વાકેફ કોણ કરે?’ ગુજરાતના નકશામાં કનરો ડુંગર કયાં આવ્યો? રિસામણે બેસેલી એક બહાદુર કોમના ૮૪ સ્ત્રી-પુરુષોનાં ‘માથાં વાઢી લેવાની’ આ હાહાકાર મચાવે તેવી ઘટના હજુ અંધારામાં કેમ અટવાયા કરે છે?સવાસો વર્ષો્ પહેલાં આ કત્લેઆમ થઈ અને મહિયા કોમના નવસોમાંથી ચોર્યાસીને નવાબની સેનાએ મારી નાખ્યા.

No comments:

Post a Comment